ગોધરામાં પેપર લીક અંગે રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યું- ‘રુપિયાવાળાના દીકરા પેપર લીક કરે છે’
ગોધરામાં રાહુલ ગાંધીએ પેપર લીક અંગે મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંઘીએ કહ્યું કે, મોટા ભાગની પરીક્ષાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને પેપર લીક થઈ રહ્યા છે. આ પેપર રુપિયાવાળાના દીકરાઓ લિક કરી રહ્યા છે. જો કોંગ્રેસની સરકાર આવશે તો પેપર લીક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગોધરા ખાતે આવી પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પેપર લીક અંગે મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંઘીએ કહ્યું કે, મોટા ભાગની પરીક્ષાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને પેપર લીક થઈ રહ્યા છે. આ પેપર રુપિયાવાળાના દીકરાઓ લિક કરી રહ્યા છે.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો પેપર લીક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. ચેકિંગ અને પેપરનું આઉટસોર્સિંગ બંધ કરવામાં આવશે એની ગેરંટી અમે આપીએ છીએ. તો ન્યાય યાત્રા ભાજપના લોકસભા મધ્યસ્થ કાર્યાલય પાસેથી પસાર થતા પીએમ મોદીના અને ભારત માતાકી જયના નારા લાગ્યા હતા.