લોકસભા ચૂંટણી 2024 : શક્તિ પ્રદર્શન કરી સી આર પાટીલ આજે ભરશે ઉમેદવારી ફોર્મ, રોડ શોમાં હજારો કાર્યકરો જોડાશે, જુઓ Video

| Edited By: | Updated on: Apr 18, 2024 | 10:18 AM

નવસારી લોકસભા બેઠક પરથી આજે સી આર પાટીલ ચૂંટણી ફોર્મ ભરશે. વાજતે ગાજતે શક્તિ પ્રદર્શન સાથે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે. પાટીલની ઉમેદવારીમાં જરાય કચાસ ન રહે તે માટે જિલ્લા ભાજપ દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવ્યા. નવસારી બેઠકમાં સુરતની ચાર અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

નવસારી લોકસભા બેઠક પરથી આજે સી આર પાટીલ ચૂંટણી ફોર્મ ભરશે. વાજતે ગાજતે શક્તિ પ્રદર્શન સાથે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે. પાટીલની ઉમેદવારીમાં જરાય કચાસ ન રહે તે માટે જિલ્લા ભાજપ દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવ્યા. નવસારી બેઠકમાં સુરતની ચાર અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. ત્યારે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે. નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભાજપને આ સીટ ફરી એકવાર જીતવાની આશા છે.

કુલ 7 વિધાનસભાનો સમાવેશ

આ બેઠકની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો 2019ની ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668ના મતોથી હરાવ્યા હતા. નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી હતી. નવસારી લોકસભામાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે.

આ બેઠક પર સુરત જિલ્લાની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે.

અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં 17 લાખ 64 હજાર 622 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 92 હજાર 480 મહિલા અને 9 લાખ 72 હજાર 90 પુરૂષ મતદાતાઓ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો