પાટણના શંખેશ્વર નજીક કાર અને જીપ વચ્ચે અકસ્માત બાદ આગ લાગી, 2 ના મોત

| Edited By: | Updated on: Mar 15, 2024 | 12:27 PM

પાટણના શંખેશ્વરના પંચાસર પાસે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાવાને લઈ કારમાં આગ લાગી હતી. કાર અને પીકઅપ ડાલામાં આગ લાગતા બંને વાહનો આગની જ્વાળાઓમાં લપેટાઇ ગયા હતા. બંને વાહનોમાં આગ લાગવાને લઈ 2 વ્યક્તિઓ જીવતા જ ભૂંજાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટનાને પગલે ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

પાટણમાં પંચાસર પાસે અકસ્માત સર્જાતા બે વાહનો આગમાં લપેટાયા હતા. એક કાર અને પીકઅપ ડાલા વચ્ચે સામ સામે અકસ્માત શંખેશ્વરના પંચાસર નજીક સર્જાયો હતો. બંને વાહનોમાં જબદરસ્ત ટક્કર થયા બાદ આગ ફાટી નિકળી હતી. પળવારમાં જ બંને વાહનો આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. બંને વાહનો આગમાં લપેટાઇ જતા બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો: બોલો, 8 પાસ નિવૃત્ત ST ડ્રાઇવર મુન્નાભાઇ MBBS! કડી અને દાંતીવાડામાં બોગસ તબીબ ઝડપાયા

પંચાસર ગામે આગની જ્વાળાઓ ફાટી નિકળવાને લઈ વાહનમાં સવાર બે વ્યક્તિઓ આગની જ્વાળાઓમાં ફસાયા હતા. જેને લઈ બંને જીવતા ભૂંજાઈ ગયા હોવના સમાચાર સામે આવ્યા છે. ઘટનાને પગલે ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો