ગુજરાતમાં નર્મદા કેનાલનું કેટલું કામ થયું અને કેટલું બાકી ? જાણો તમામ વિગતો
એક વર્ષમાં નર્મદાના કેનાલ થયેલા કામ અને બાકી રહેલા કામની વિગતો સામે આવી છે. કેનાલના થયેલા કામની વાત કરીએ તો એક વર્ષમા 0.29 શાખા નહેરનું કામ થયું છે. આ ઉપરાંત 14.29 કિમીની વિશાખા નહેરનું કામ પૂર્ણ થયું છે. તો હજુ પણ શાખા નહેરનું 0.64 કિમી કામ બાકી છે. વિશાખા નેહરનું 157.39 કિમી કામ હજુ બાકી છે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સવાલના જવાબમાં રાજ્ય સરકારે નર્મદા કેનાલના કામોના આંકડા જાહેર કર્યા છે. એક વર્ષમાં નર્મદાના કેનાલ થયેલા કામ અને બાકી રહેલા કામની વિગતો સામે આવી છે. સૌ પ્રથમ કેનાલના થયેલા કામની વાત કરીએ તો એક વર્ષમા 0.29 શાખા નહેરનું કામ થયું છે. આ ઉપરાંત 14.29 કિમીની વિશાખા નહેરનું કામ પૂર્ણ થયું છે. એક વર્ષમાં 64.82 કિમી પ્રશાખા નહેરનું કામ થયુ છે.
તો બીજી તરફ હજુ પણ શાખા નહેરનું 0.64 કિમી કામ બાકી છે. વિશાખા નેહરનું 157.39 કિમી કામ હજુ બાકી છે. જ્યારે પ્રશાખા નહેરનું 1006.02 કિમીનું કાર્ય પૂર્ણ નથી થયું. સરકારના મતે જમીન સંપાદન, રેલ્વે ક્રોસીંગ, ગેસ-ઓઈલ પાઈપલાઈન અને વિભાગનોની મંજૂરીના અભાવે કામો બાકી રહ્યા છે.
આ પણ વાંચો છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5,338 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, NDPS હેઠળ 512 કેસ કરાયા