Rajkot Video : દૂધમાં ભેળસેળ થતી રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં ! 2 દિવસમાં 30 ડેરીમાંથી લીધા નમૂના
દૂધમાં ભેળસેળ થતી રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલા આદેશ બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દૂધની ડેરીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દૂધની ડેરીઓ પર પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દૂધમાં ભેળસેળ થતી રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલા આદેશ બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દૂધની ડેરીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દૂધની ડેરીઓ પર પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સતત ત્રીજા દિવસે આરોગ્યની ટીમો એક્શનમાં જોવા મળી છે.
છેલ્લા 2 દિવસમાં ટીમોએ 30 દૂધની ડેરીમાંથી દૂધના નમૂના લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહત્વપૂર્ણ છે કે દૂધમાં પાણી અને ફોરેન ફેટ ઉમેરવામાં આવતો હોય છે. જેથી દૂધના ફેટ ઊંચા જાય અને વધુ વળતર કમાઇ શકાય છે. ડેરીના માલિક પણ દૂધમાં ભેળસેળ નહીં કરતા હોવાનું ગાણુ ગાઇ રહ્યા છે. નવાઇની વાત છે કે છેલ્લા ત્રણ દિવસથી આરોગ્યની ટીમો દોડી રહી છે.પરંતુ એકપણ ડેરીમાં ભેળસેળ પકડાઇ નથી.
Published on: Feb 08, 2024 11:40 PM