અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોરનું SPG નેતા લાલજી પટેલે કર્યુ સમર્થન, ગરીબો માટે સમૃદ્ધ લોકોએ અનામતનો લાભ છોડવો જોઈએ
અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું ટકોરનું સમર્થન એસપીજી નેતા લાલજી પટેલે કર્યુ છે. લાલજી પટેલે કહ્યુ કે અનામત મેળવનાર કેટલાક લોકો તેના લાભથી સમૃદ્ધ થયા છે. ત્યારે આવા સમૃદ્ધ લોકોએ હવે ગરીબો માટે અનાતમનનો લાભ છોડવો જોઈએ. આ તરફ અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સુપ્રીમ કોર્ટની ટકોરનું સમર્થન કરતા કહ્યુ કે સુખી સમૃદ્ધ લોકોએ જાતે જ અનામતના લાભ છોડવા જોઈએ.
એકતરફ દેશમાં OBC અનામતને લઈને રાજનીતિ તેજ થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટે અનામતને લઈને ટકોર કરી છે કે જે જાતિને અનામતનો લાભ મળ્યો છે તેને હવે લાભ છોડવો જોઈએ. અનામતને લાયક ન હોય તેવા ધનવાનોએ લાભ છોડવા જોઈએ. ગરીબોના લાભ માટે ધનવાનોને અનામતની શ્રેણીમાંથી બહાર આવવુ પડશે. જેને જરૂર નથી તેમણે અતિ પછાત લોકો માટે લાભ છોડવો જોઈએ. સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેંચે આ મુદ્દે કાયદાકીય પ્રશ્નોની સમીક્ષા કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટની ટકોરને SPGના અધ્યક્ષ લાલજી પટેલે સમર્થન કર્યુ છે.
લાલજી પટેલે જણાવ્યુ કે અનામત મેળવનાર કેટલાક લોકો તેના લાભથી સમૃદ્ધ થયા છે. ગરીબોના લાભ માટે ધનવાન લોકોને અનામતમાંથી બહાર કાઢવા જોઈએ. સમૃદ્ધ લોકોએ અનામતનો લાભ સમાજના ગરીબ વર્ગ માટે છોડવો જોઈએ. લાલજી પટેલે વધુમાં જણાવ્યુ કે બાબાસાહેબ આંબેડકર ગરીબ સમાજને સમૃદ્ધ કરવા અનામત લાવ્યા હતા. હવે સમૃદ્ધ લોકોએ જાતે જ અનામતનો લાભ છોડી દેવો જોઈએ
આ તરફ અરવલ્લીના બાયડથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ આ અંગે જણાવ્યુ છે કે સુખી સમૃદ્ધ લોકોએ જાતે જ અનામતનો લાભ છોડવો જોઈએ. ધવલસિંહ ઝાલાએ જણાવ્યુ કે જ્યા જરૂર ન હોય ત્યાં અનામતનો લાભ ન લેવો જોઈએ. જેથી અન્ય સમાજના ગરીબ વર્ગને તેનો લાભ મળી શકે, ગરીબ વર્ગને શિક્ષણ મળવાથી તેનો વિકાસ થશે અને તેઓ આગળ આવશે.