રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીના પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીએ માત્ર PM પર નહીં, પરંતુ તૈલી સમાજ પર પ્રહાર કર્યો છે

| Edited By: | Updated on: Feb 08, 2024 | 11:05 PM

પૂર્ણેશ મોદીએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ માત્ર PM પર નહીં, પરંતુ તૈલી સમાજ પર પ્રહાર કર્યો છે. ચૂંટણી સમયે કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરે છે. નરેન્દ્ર મોદી સીએમ બન્યા તે પહેલાં જ તૈલી સમાજનો સમાવેશ OBCમાં થઈ ગયો હતો. રાહુલ ગાંધીએ તૈલી સમાજની માફી મંગાવી જોઈએ. તૈલી સમાજ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જવાબ આપશે.

રાહુલ ગાંધીએ PM મોદી પર આપેલા નિવેદનને લઈને પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત તૈલી સમાજના પ્રમુખ પૂર્ણેશ મોદીએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ માત્ર PM પર નહીં, પરંતુ તૈલી સમાજ પર પ્રહાર કર્યો છે. ચૂંટણી સમયે કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરે છે.

નરેન્દ્ર મોદી સીએમ બન્યા તે પહેલાં જ તૈલી સમાજનો સમાવેશ OBCમાં થઈ ગયો હતો. રાહુલ ગાંધીએ તૈલી સમાજની માફી મંગાવી જોઈએ. તૈલી સમાજ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની જાતિ વિશે જુઠ્ઠું બોલી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો જન્મ OBC સમાજમાં થયો જ નથી. પરંતુ સામાન્ય જાતિમાં તેમનો જન્મ થયો છે.

તેઓ જે જાતિમાંથી આવે છે, તે તેલી (ઘાંચી) સમાજનો સમાવેશ 2000ના વર્ષમાં ગુજરાતમાં OBCમાં કરાયો અને એ પણ એટલા માટે કે નરેન્દ્ર મોદી રાજકીય લાભ ઉઠાવી શકે. તેઓ OBC સમાજમાંથી આવતા જ નથી એટલે ક્યારેય તેઓ OBCનું ભલું નહીં ઈચ્છે અને જાતિગત જનગણના થવા દેશે નહીં

આ પણ વાંચો PM મોદી જન્મજાત OBC નથી, બધાને બેવકૂફ બનાવી રહ્યા છે, રાહુલ ગાંધીની વડાપ્રધાનની જાતિ પર ટિપ્પણી

ગુજરાતમાં નર્મદા કેનાલનું કેટલું કામ થયું અને કેટલું બાકી ? જાણો તમામ વિગતો
Rajkot Video : દૂધમાં ભેળસેળ થતી રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં ! 2 દિવસમાં 30 ડેરીમાંથી લીધા નમૂના
ગુજરાતમાં નર્મદા કેનાલનું કેટલું કામ થયું અને કેટલું બાકી ? જાણો તમામ વિગતો
Rajkot Video : દૂધમાં ભેળસેળ થતી રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં ! 2 દિવસમાં 30 ડેરીમાંથી લીધા નમૂના