નવસારીમાં ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો, જુઓ વીડિયો
નવસારીમાં ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપીને સોની વેપારી સાથે 6 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ખેરગામ તાલુકામાં ઝંડા ચોક નજીક આવેલા જલારામ જ્વેલર્સમાં એક યુવતી ખરીદી માટે આવી હતી જેણે સોનાના વેપારીને પોતે ડેપ્યુટી કલેકટર હોવાની ખોટી આળખ આપી હતી.

મહિલાએ સોનીની દુકાનમાંથી મંગળસૂત્ર, સોનાની ચેન સહિત કુલ 6 લાખ રૂપિયાથી વધુની ખરીદી કરી હતી. યુવતીએ ખરીદી બાદ વેપારીને ચેક આપીને પેમેન્ટ કર્યું હતું. સોની વેપારીએ ચેક લઈ લીધો પરંતુ દુકાનના સંચાલકે જ્યારે આ ચેક બેંકમાં જમા કરાવ્યો ત્યારે ચેક બાઉન્સ થયો હતો.ચેક બાઉન્સ થતા વેપારીને કંઈ ખોટું થયાની શંકા થઇ હતી. દુકાન સંચાલકે યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે યુવતી વિશે માહિતી એકઠી કરવાની શરૂઆત કરી છે. યુવતીએ અગાઉ પણ આ રીતે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે, લોકમાતા તરીકે ઓળખાતી નદીનું રહસ્ય શું છે?