પાટીદાર દીકરીઓ અંગેના વિવાદીત નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું
પોતાના ધારદાર નિવેદનોથી જાણીતી કાજલ હિન્દુસ્થાની ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. જો કે આ વખતે પટેલ સમાજની દીકરીઓ પર કરેલું નિવેદન વિવાદનું કારણ બન્યું છે. કાજલ હિન્દુસ્તાનીએ Tv9 સાથેની Exclusive વાતચીત દરમિયાન આ વિવાદ પર સ્પષ્ટતા કરી છે.
પાટીદાર સમાજની દિકરીઓ વિશે વિવાદિત નિવેદન કરનાર કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે. કાજલ હિન્દુસ્તાનીએ Tv9 સાથેની Exclusive વાતચીત દરમિયાન કહ્યું કે, પાટીદાર સમાજમાં કોઈ આક્રોશ ઉભો થયો નથી. પાટીદાર સમાજ બહુ સમજુ સમાજ છે. આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસવાળા રાજનીતિક મુદ્દો ચલાવી રહ્યા છે, તેઓ પાટીદાર સમાજના પ્રતિનિધિ નથી. એ લોકોને ઉખાડીને ક્યારનાય ફેંકી દીધા છે.
વધુમાં તેમણે કહ્યું કે, આ ક્લિપ ક્રોપ કરીને આ રીતે જોડવામાં આવી છે. 50 ઘટનાક્રમ દરેક સમાજના કીધા છે અને પછી મેં એમાં કીધું છે. આ ક્રોપ કરીને એડિટ કરી છે. આ બે-ચાર જાતિવાદી ઠગ છે, એમને એમ લાગે કે મને ટાર્ગેટ કરશે, એ કોઈ પટેલ સમાજના પ્રતિનિધિ નથી. એ તો કોંગ્રેસિયા અને આપિયા છે. જે પોતાનું રાજકારણ કરવા માટે પટેલ સમાજને ઉશ્કેરે છે. પણ પટેલ સમાજ બહુ સમજુ છે, એ લોકોને મુંહ તોડ જવાબ આપશે.