Morbi : કાજલ હિન્દુસ્તાનીની વધુ એક વિવાદિત ટિપ્પણી, મોરબી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, જુઓ Video
કાજલ હિન્દુસ્તાની પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે વધુ એક વખત કાજલ હિંદુસ્તાની સામે વિવાદિત નિવેદનને લઇને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. પાટીદાર આગેવાન મનોજ પનારાએ કાજલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કાજલ હિન્દુસ્તાની પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે વધુ એક વખત કાજલ હિંદુસ્તાની સામે વિવાદિત નિવેદનને લઇને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. પાટીદાર આગેવાન મનોજ પનારાએ કાજલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાટીદાર આગેવાન મનોજ પનારાએ ફરિયાદ નોંધવી
મોરબીમાં કાજલ હિન્દુસ્તાની સામે વિવાદિત નિવેદન આપવાને લઇને ફરિયાદ નોંધાઇ છે. કાજલ હિન્દુસ્તાનીએ પોતાના એક વક્તવ્ય દરમિયાન મોરબીની પાટીદાર દીકરીઓ વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. જેના પગલે પાટીદાર આગેવાન મનોજ પનારાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
SPGના અધ્યક્ષ લાલજી પટેલે નિવેદનને વખોડ્યુ
બીજી તરફ પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત નિવેદન કરનાર કાજલ હિન્દુસ્તાની સામે SPGએ વિરોધ નોંધાવ્યો છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડતા કહ્યું કે કાજલબેન સનાતન ધર્મના આગેવાન છે તો તેમણે વિચારીને બોલવું જોઈએ. જાહેરમાં તેઓ દીકરીઓને બચાવવાની વાત કરતા હોય અને આ પ્રકારની ટિપ્પણી કરે તે યોગ્ય નથી.
લાલજી પટેલે કહ્યું કે સમગ્ર પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનની ટિકા કરે છે અને આગામી સમયમાં જ્યાં પણ કાજલબેનનો કાર્યક્રમ હશે ત્યાં વિરોધ કરવામાં આવશે.
કોણ છે કાજલ હિંદુસ્તાની ?
મહત્વનું છે કે સ્વયં ઘોષિત હિન્દૂ નેતાની ઓળખ પામેલા અને વારંવાર ચર્ચામાં આવતા હિન્દૂ નેતા કાજલ હિંદુસ્તાનીએ તેના ટ્વિટર બાયોડેટામાં જણાવ્યા પ્રમાણે તે ઉદ્યોગસાહસિક, સંશોધન વિશ્લેષક, ડિબેટર, સામાજિક કાર્યકર્તા, રાષ્ટ્રવાદી છે. સાથે જ તે પોતાને ગૌરવપૂર્ણ બારતીય રાષ્ટ્રવાદી તરીકે પણ ઓળખાવે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો