તાપી: પાથરડા ગામના લોકો નદીમાંથી સ્મશાન કરવા બન્યા મજબૂર, જુઓ વિડીયો
ગુજરાતમાં હજુ પણ કેટલાક અંતરિયાળ વિસ્તાર એવા છે કે જ્યાં અંતિમયાત્રા નદીમાંથી પસાર થઈને કરવા માટે સ્થાનિકો મજબૂર છે. આવી જ એક ઘટના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈના પાથરડા ગામે સામે આવી છે.
તાપીના સોનગઢ તાલુકાના પાથરડા ગામમાં લોકો અંતિમ યાત્રા નદી પાર કરી લઈ જવા માટે મજબૂર બને છે. પાથરડા ગામે આવેલુ સ્મશાન નદીના સામે કિનારે હોવાથી લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે આવી જ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.
ગુજરાતમાં હજુ પણ કેટલાક અંતરિયાળ વિસ્તાર એવા છે કે જ્યાં અંતિમયાત્રા નદીમાંથી પસાર થઈને કરવા માટે સ્થાનિકો મજબૂર છે. આવી જ એક ઘટના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈના પાથરડા ગામે સામે આવી છે. અહીં સ્મશાન નદીના સામે કિનારે હોવાથી કોટવાડિયા સમાજના લોકો અંતિમયાત્રા નદી પાર કરીને લઈ જવા માટે મજબૂર બન્યા છે.
આ પણ વાંચો- ‘વાયબ્રન્ટ ગુજરાત’ નામ કેવી રીતે પડ્યું ? જાણો સમિટની શરૂઆત સાથે જોડાયેલી રસપ્રદ વાત
અંતિમ યાત્રા નદી પાર કરી લઈ જવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોને અંતિમયાત્રા નદીમાંથી પસાર થઈને લઈ જવી ન પડે તે માટે સ્થાનિક તંત્ર વ્યવસ્થા કરી આપે તેવી માગ ઉઠી છે.