Gir Somnath : ગીર ગઢડામાં રાત્રિના સમયે મકાનમાં ઘૂસી સિંહણ, સ્થાનિકોમાં ફફડાટ, જુઓ Video
ગુજરાતની શાન ગણાતા સાવજો સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે, આ વિસ્તારમાં ગુજરાત વનવિભાગના ઇતિહાસમાં ન સર્જાઇ હોય તેવી ઘટનાઓ બની છે. તેવી જ એક ઘટના ગીર ગઢડાના એક વિસ્તારમાં બની હતી. રહેણાંક મકાનમાં સિંહણ ઘુસી જતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

ગીર ગઢડા શહેરનાં સનવાવ રોડ વિસ્તાર પર રેહણાંક વિસ્તારમાં રાત્રિનાં સમયે સિંહણ મકાનમાં ઘુસી ગઇ હતી. સાજીદ મકરાણીના મકાનમાં સિંહણ ઘૂસી જતાં સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો. જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડતી થઇ ગઇ હતી. જશાધાર વન વિભાગ દ્વારા સિંહણનું રેસ્કયું હાથ ધરાયું હતું. દોઢ કલાકના રેસ્ક્યૂ બાદ અંતે સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી.
આ પણ વાંચો- સુરત : પડતર માંગણીઓને લઈ તરસાડી નગરપાલિકાના સફાઈકર્મીઓ હડતાળ પર ઉતર્યા, જુઓ વીડિયો
ઘરના દરવાજામા જ પિંજરૂ ગોઠવી સિંહણને સલામત ઝડપી જશાધાર એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવાઇ હતી.સિંહણ પાંજરે પુરાતા અહીંના સ્થાનિકોએ હાંશકારો અનુભવ્યો છે.