મહીસાગર: ચાઇનીઝ દોરીનો વેપાર કરતા 2 શખ્સ ઝડપાયા, 16 હજારથી વધુની કિંમતની ચાઇનીઝ દોરી જપ્ત
પોલીસે બાલાસિનોરના પાંડવામાં ચાઇનીઝ દોરી વેચતા અબ્દુલ સમદ અને મોહમ્મદ શેખને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી 16 હજારથી વધુની કિંમતની 59 નંગ ચાઇનીઝ દોરી જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, મહિસાગરમાં કલેક્ટરના જાહેરનામા બાદ પણ ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ થઈ રહ્યું છે.
ઉત્તરાયણ આવતા જ બજારમાં પતંગ તેમજ દોરીનું વેચાણ શરૂ થઈ જાય છે, ત્યારે પ્રતિબંધ હોવા છતાં પણ બજારોમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોય છે. આ દોરી જીવલેણ હોવા છતાં વેપારીઓ રૂપિયા રળવાની લાલચે આ દોરીનું વેચાણ કરતા જરા પણ ખચકાતા નથી. ત્યારે મહિસાગરમાંથી ચાઇનીઝ દોરીનો વેપાર કરતા 2 શખ્સ ઝડપાયા છે.