Kutch: ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના મુફ્તીના 3 દિવસના રિમાન્ડ મંજૂર,જુઓ Video
કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે નોંધાયેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ગુરુવારે કચ્છ પોલીસે મૌલાનાનો કબજો લઇને અટકાયત કરી હતી. ભડકાઉ ભાષણ મુદ્દે તપાસ માટે મૌલાનાને કચ્છ લઇ જવાયો હતો.
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મૌલના મુફ્તીના રિમાન્ડ મંજૂર થયા છે. મૌલના મુફ્તીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મૌલાના સલમાન અઝહરીને ગુરુવારે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો અનેપોલીસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માગણી કરવામાં આવી હતી.
સામખીયાળીમાં આપ્યું હતું ભડકાઉ ભાષણ
કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે નોંધાયેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે.ગુરુવારે કચ્છ પોલીસે મૌલાનાનો કબજો લઈને અટકાયત કરી હતી. ભડકાઉ ભાષણ મુદ્દે તપાસ માટે મૌલાનાને કચ્છ લઇ જવાયો હતો. બપોર બાદ ભચાઉ કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માગ કરવામાં આવી હતી.
સામખિયાળી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
મૌલાના સામે ભડકાઉ ભાષણની ફરિયાદ કચ્છમાં પણ નોંધાઈ છે. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૌલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા મૌલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એખલાસ ડહોળનારા વિવાદી નિવેદનો કર્યા હતા. ઝેરીલી વાણીનો પ્રયોગ કરી મૌલાનાએ યુવાનોની ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.