Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ, જાણો કયા વિસ્તારમાં રહેશે માવઠું
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ પણ એક દિવસ કમોસમી વરસાદ રહેશે. જેના કારણે ખેડૂતોનો તેમના પાકને નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગની આ આગાહી અનુસાર કમોસમી વરસાદ રહેશે તો કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે.

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હજુ એક દિવસ તેમને કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડવાનું અનુમાન છે.
આ તરફ ભરૂચ અને સુરતમાં પણ બરબાદીનું માવઠું વરસી શકે છે. કચ્છમાં જો વરસાદ થાય તો કેરીના તૈયાર પાકને મોટું નુકસાન થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.