ધોરાજીના ધારાસભ્યે મારી પલટી, પહેલા કહ્યુ સાડા પાંચ લાખની લીડને લઈને બહુ ટેન્શન થાય છે હવે કહ્યુ લીડને લઈને નથી કોઈ ટેન્શન
ઉપલેટા ધોરાજીથી ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ નિખાલસ કબુલાત બાદ ફેરવી તોળ્યુ છે. અગાઉ તેમણે નિવેદન આપ્યુ હતુ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પાંચ લાખની જીતના ટાર્ગેટથી મને ટેન્શન થાય છે. જો કે ત્યારબાદ તેમણે ફેરવી તોળ્યુ અને પલટી મારતા જણાવ્યુ કે સાડા પાંચ લાખની લીડથી જીત મેળવીશુ. લીડને લઈને નથી કોઈ ટેન્શન
રાજકોટના ઉપલેટા ધોરાજીથી ભાજપના ધારાસભ્યએ પોતાના જ નિવેદન પરથી પલટી મારી છે. અગાઉ તેમણે નિખાલસ કબૂલાત કરતા જણાવ્યુ હતુ કે સીઆર પાટીલની પાંચ લાખની જીતના ટાર્ગેટથી મને ટેન્શન થાય છે. પાંચ લાખની લીડ મારે કેમ કરવી? જો કે આ નિવેદન આપ્યા બાદ તેમણે તેમના જ નિવેદન પરથી પલટી મારી અને જણાવ્યુ કે તેમણે એવુ કહ્યુ કે અમે સાડા પાંચ લાખની લીડથી જીત મેળવીશુ. લીડને લઈને કોઈ ટેન્શન નથી. ધોરાજી વિધાનસભામાં કોંગ્રેસ સાથે થોડો વધુ સંઘર્ષ છે.
પહેલા કહ્યુ લીડના ટાર્ગેટથી ટેન્શન, બાદમાં ફેરવી તોળ્યુ કોઈ ટેન્શન નથી
અગાઉ ધારાસભ્ય પાડલિયાએ જણાવ્યુ હતુ કે ધોરાજી ઉપલેટામાં પાંચ લાખની લીડ મારાથી ન થાય. મારે તો જયેશ રાદડિયા કે જયરાજસિંહને કહેવુ પડશે કે સવા-સવા લાખની લીડમાં મદદ કરજો. જયેશભાઈ અને જયરાજસિંહ મદદ કરે તો મારે લીડમાં વાંધો ન આવે. ગોંડલ ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટન સમયનો વીડિયો વાયરલ થયો છે. જો કે બાદમાં તેમણે પોતાના જ નિવેદનને ફેરવી તોળતા જણાવ્યુ કે અમે સાડા પાંચ લાખની લીડથી જીત મેળવશુ. લીડને લઈને કોઈ ટેન્શન નથી.
આ પણ વાંચો: અમદાવાદ: વિશાલાથી નારોલ સર્કલ રોડ પર સર્જાયો ભારે ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા- જુઓ વીડિયો
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો