મોરબીમાંથી નશાકારક સિરપ ઝડપાવા મામલે 6 લોકો સામે ફરિયાદ, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 06, 2024 | 11:51 AM

ગુજરાતમાં સિરપના નામે નશાનો કાળો કારોબાર ચાલતો હોવાનો છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યુ છે, ત્યારે આ વખતે આવા જ નશાના વેપલાનો મોરબીમાંથી પર્દાફાશ થયો છે. રંગપર ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખી ચોખાની આડમાં નશાકારક સિરપના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે.

ગુજરાતમાં સિરપના નામે નશાનો કાળો કારોબાર ચાલતો હોવાનો છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યુ છે, ત્યારે આ વખતે આવા જ નશાના વેપલાનોમોરબીમાંથી પર્દાફાશ થયો છે. રંગપર ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખી ચોખાની આડમાં નશાકારક સિરપના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે.

LCBની ટીમે બાતમીના આધારે આર ટાઈલ્સ નામના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન નશાકારક કોડીન યુક્ત સિરપનો જંગી જથ્થા સાથે ગોડાઉન સંચાલક સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 1.85 કરોડની કિંમતની 90 હજાર સિપરની બોટલો સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-Vadodara: મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્રનું વધુ એક કારસ્તાન, લાખો રુપિયાની ઠગાઇનો આરોપ, જુઓ Video

તપાસમાં આ સિપરનો જથ્થો છેક ત્રિપુરાથી મોરબી સુધી લાવવામાં આવ્યો હતો. આરોપીએ કોડીન સિરપનો જથ્થો મંગાવી ગોડાઉનમાં કિચન વેરના બોક્સમાં પેક કરીને રાખ્યો હતો અને જે બાદ અન્ય જગ્યાએ મોકલવાની તજવીજ હાથ ધરી રહ્યા હતા, ત્યારે પોલીસે દરોડા પાડી 90 હજાર સિરપની બોટલો અને ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે ગોડાઉન સંચાલક મનીષ ઝાલાવડિયા, ટ્રક ચાલક સરફરાજ સૈયદ, ટ્રક ક્લિનર મહમદ અબ્દુલ કરીમની ધરપકડ કરી છે. જ્યારે સિરપ મંગાવનાર અને મોકલનાર સહિત 3 સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો