Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ, ખેડૂતોને રોવાનો વારો આવ્યો, જુઓ નુકસાનનો Video
કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું છે. જેમાં નર્મદા જિલ્લો પણ બાકી નથી રહ્યો. નર્મદા જિલ્લામાં આ વરસાદના કારણે કેળા, પપૈયા અને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું છે. જેમાં નર્મદા જિલ્લો પણ બાકી નથી રહ્યો. નર્મદા જિલ્લામાં આ વરસાદના કારણે કેળા, પપૈયા અને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નર્મદા જિલ્લામાં હજારો હેક્ટર જમીન પર કેળાનું વાવેતર થયુ હતુ. જો કે કમોસમી વરસાદના કારણે તે જમીન દોસ્ત થયા છે અને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે.
નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જીલ્લો છે. જ્યા લોકો મુખ્યત્વે લોકો ખેતી પર નભે છે, એવામાં વરસાદના કારણે ફળોનો પાક જેમકે પપૈયા, કેળા, કેરીના પાકને મોટા પાયે નુકસાન થયુ છે. પપૈયા અને કેળાના ઝાડ જમીન દોસ્ત થતા એક્સપોર્ટ ક્વોલિટીના કેળા કે જેના ખેડૂતોને સારા ભાવ મળતા હતા, તેના બદલે હવે તેને ખરીદવા કોઈ વેપારી તૈયાર નથી. પવનના કારણે આંબાવાડીઓમાં કેરી ખરી પડતા ખેડૂતોને હવે કેરી ખાટી લાગશે.