ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો, કેમ મતદાર બુથ પર ફરક્યા નહીં? જાણો વિગતવાર માહિતી વીડિયો દ્વારા
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં મંગળવારે ભરૂચ જિલ્લાના એક મતદાન મથકમાં એકપણ મત ઈવીએમ માં ન પડ્યો. આમ કોઈ ટેક્નિકલ કારણોસર નહિ પણ સ્થાનિકોના ચૂંટણી બહિષ્કારના કારણે થયું હતું. અમે વાત ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકાના કેસરગામ અને બનાસકાંઠાના ભાખરી ગામની કરી રહ્યા છે
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં મંગળવારે ભરૂચ જિલ્લાના એક મતદાન મથકમાં એકપણ મત ઈવીએમ માં ન પડ્યો. આમ કોઈ ટેક્નિકલ કારણોસર નહિ પણ સ્થાનિકોના ચૂંટણી બહિષ્કારના કારણે થયું હતું. અમે વાત ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકાના કેસરગામ અને બનાસકાંઠાના ભાખરી ગામની કરી રહ્યા છે જ્યાં પાયાની સુવિધાના અભાવ સામે રોષે ભરાયેલા લોકોએ મતદાન કર્યું નથી.
વાલિયા તાલુકાના કેસર ગામના રહીશો છેલ્લી બે ચૂંટણીથી મતદાનનો નો બહિષ્કાર કરી રહ્યા છે. આ આગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ એકપણ મત પડ્યો ન હતો. કેસર ગામના રહીશો છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર પાસે કીમ નદી પરના નાળા ઉપર પુલ બનાવવા માંગ કરી રહ્યા છે. જો કે તેમની લાંબા સમયથી રજુઆત કરવા છતાં એક પણ પુલ બનાવવામાં આવ્યો નથી. ૯ મહિના રસ્તો ખુલ્લો રહે છે પણ ચોમાસાના ત્રણ મહિના ગામ બેટમાં ફેરવાઈ જાય છે.ગ્રામજનો અનુસાર ભરૂચના સાંસદ અને ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ મોટા કદના નેતાઓને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
દરવર્ષે ચોમાસાની ઋતુમાં કેસર ગામના રહીશોને નદી ઓળંગવી પડે છે જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કીમ નદી પર પુલ બનાવવામાં આવે તો ગ્રામજનોને 20 કિલોમીટર સુધી ફરી જવું પડશે નહીં. આ વખતે ભરૂચ લોકસભાની ચૂંટણીમાં કેસર ગામના ગ્રામજનો અને તમામ રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગામમાં કુલ મતદારોની સંખ્યા 352 છે જેમાંથી 175 મહિલાઓ અને 177 પુરૂષો છે. આ તમામે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. આખો દિવસ ચૂંટણીમાં મતદાનની કામગીરી માટે નિયુક્ત કર્મચારીઓ મતદારોના ઈન્તેજારમાં બેસી રહ્યા હતા પણ એકપણ મતદાર મતદાનબુથ તરફ ફરક્યો પણ ન હતો.