Loksabha Election 2024 : આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર સભા, આણંદ અને ખેડાના ઉમેદવારો માટે કરશે પ્રચાર, જુઓ Video

| Edited By: | Updated on: May 02, 2024 | 10:15 AM

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસે છે. ગઇકાલે ડીસા અને હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર પછી આજે વડાપ્રધાન આણંદ,સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભા સંબોધશે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસે છે. ગઇકાલે ડીસા અને હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર પછી આજે વડાપ્રધાન આણંદ,સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભા સંબોધશે.

ગુજરાત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેરેથોન પ્રચાર કરશે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં તેઓ જાહેર સભા સંબોધશે. તેઓ આણંદ અને ખેડા બેઠકના ઉમેદવારો માટે પ્રચાર કરશે.
આણંદ બાદ સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.

આ પણ વાંચો-Anand : ‘7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ’, ક્ષત્રિય સમાજના સંમેલનમાં આગેવાનનો હુંકાર, જુઓ Video

આણંદની સભામાં ખેડા અને આણંદ લોકસભા બેઠક માટે વડાપ્રધાન મોદી પ્રચાર કરશે. વઢવાણની સભામાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર લોકસભા બેઠકો માટે પ્રચાર કરશે. જૂનાગઢની સભામાં અમરેલી, પોરબંદર અને જૂનાગઢ બેઠક માટે પ્રચાર કરશે. તો જામનગર દક્ષિણમાં જામનગર અને પોરબંદર બેઠક માટે સભા કરશે.