Porbandar : અરબ સાગરમાં ‘પ્રેમ સાગર’ બોટની જળ સમાધી, 5 ક્રુ મેમ્બર્સ અને માછીમારનું રેસ્ક્યૂ કરાયુ, જુઓ Video
અરબ સાગરમાં પ્રેમ સાગર બોટે જળ સમાધિ લીધી છે. બોટમાં પાણી ભરાઈ જતા દરિયામાં બોટ ડૂબી ગઈ. મધ દરિયે મુશ્કેલીમાં ફસાયેલા માછીમારો અને બોટના ક્રૂ મેમ્બરને ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા છે.
અરબ સાગરમાં પ્રેમ સાગર બોટે જળ સમાધિ લીધી છે. બોટમાં પાણી ભરાઈ જતા દરિયામાં બોટ ડૂબી ગઈ. મધ દરિયે મુશ્કેલીમાં ફસાયેલા માછીમારો અને બોટના ક્રૂ મેમ્બરને ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા છે.
24 માર્ચ 2024ના રોજ પોરબંદરથી આશરે 40 કિમી દૂર મધ્ય સમુદ્રમાં પ્રેમસાગર બોટ ડૂબી રહી હતી. જાણ થતા જ ICG શિપ સી-161ને સહાયક કમાન્ડર કાર્તિકેયન દ્વારા તરત જ પોરબંદરથી રવાના કરવામાં આવ્યું હતું. બોટ ડૂબવાની જાણ થતા જ ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધર્યું હતુ. ટીમના પ્રયત્નોને પરિણામે બોટમાં પૂર આવવાનું કામચલાઉ બંધ થયું અને બોટ અડધી ડૂબી હતી.
આ પણ વાંચો- હોળી રમવાના 10 મિનિટ પહેલા તમારા ચહેરા અને વાળ પર લગાવી લો આ વસ્તુ, પાક્કો રંગ સરળતાથી નિકળી જશે
બોટ સંપૂર્ણ રીતે દરિયામાં ડૂબી જાય તે પહેલા ભારતીય કોસ્ટ ગાર્ડ તમામ માછીમારોને બચાવી લીધા. પોરબંદરથી 50 કિમી દૂર પૂર્વમાં દરિયામાં ડૂબેલી બોટના 5 ક્રૂ મેમ્બર અને માછીમારોનું રેસ્ક્યૂ ઑપરેશન કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ બચી ગયેલા લોકોને પોરબંદર લાવવામાં આવ્યા હતા અને ફિશરીઝ એસોસિએશનને સોંપવામાં આવ્યા હતા.માછીમારોને તબીબી સારવાર પણ પુરી પાડવામાં આવી હતી.