Anand : પરશોત્તમ રૂપાલાના વિરોધમાં લાગ્યા બેનર, ઉમેદવારને બદલવાની કરી માગ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 03, 2024 | 1:13 PM

પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો. છેલ્લા કેટલાક સમયથી પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે વિરોધ ઉઠતો જોવા મળી રહ્યો છે. આણંદના ઉમરેઠમાં પણ પરશોત્તમ રુપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા છે.

પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા કેટલાક સમયથી પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે વિરોધ ઉઠતો જોવા મળી રહ્યો છે. આણંદના ઉમરેઠમાં પણ પરશોત્તમ રુપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-જામનગર વીડિયો: ‘આપ’ના સંગઠનમાં મોટું ગાબડું, શહેર પ્રમુખ કરસન કરમુરે સહિત 17 લોકોએ આપ્યુ રાજીનામું

આણંદ જિલ્લાના ઉમરેઠના ચોરાવગા, માતાની લીમડી માર્ગ, જાગનાથ વિસ્તારમાં પરશોત્તમ રુપાલા વિરુદ્ધ બેનર લાગ્યા છે. ઉમેદવાર તરીકે પરશોત્તમ રુપાલાને બદલવાની માગ સાથે ઉમરેઠ રાજપૂત સમાજે આ વિસ્તારોમાં બેનર લગાવ્યા છે. રૂપાલાને નહીં બદલવામાં આવે તો સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 03, 2024 01:13 PM