Rajkot Video : બળધોઈ ગામના પાટિયા નજીક SOGની ટીમે દરોડા પાડ્યા, 2400 બોટલ સિરપની ઝડપાઈ
રાજકોટ જિલ્લામાં ફરી એકવાર દવાના નામે નશાનો સામાન ઝડપાયો છે. આટકોટ હાઈવે પર બળધોઈ ગામના પાટિયા નજીકથી SOGની ટીમે દરોડા પાડીની નશાકારક સિરપનો જથ્થો ઝડપ્યો છે.
રાજ્યમાં અવારનવાર નશાકાર પદાર્થ ઝડપાતા રહેતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ફરી એકવાર દવાના નામે નશાનો સામાન ઝડપાયો છે. આટકોટ હાઈવે પર બળધોઈ ગામના પાટિયા નજીકથી SOGની ટીમે દરોડા પાડીની નશાકારક સિરપનો જથ્થો ઝડપ્યો છે.
કોડિન સિરપના જથ્થા સાથે આરોપીને ઝડપી લેવાયો છે. કારમાંથી 2400 બોટલ સિરપ જપ્ત કરવામાં આવી છે. પોલીસે કુલ 4 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નશાકારક સિરપ સાથે ઝડપાયેલો આરોપી મેડિકલ એજન્સી ધરાવતો હોવાનું સામે આવ્યું છે. સિરપનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અગાઉ પણ રાજકોટમાંથી લાખોનો દારુ ઝડપાયો હતો.