Chhota Udepur : પાવીજેતપુરના ઉપસંરપચે RTI એક્ટિવિસ્ટ સામે 50 લાખની ખંડણી માગવાની નોંધાવી ફરિયાદ

| Edited By: | Updated on: Mar 26, 2024 | 2:44 PM

છોટાઉદેપુરમાં RTI એક્ટિવિસ્ટે પાવીજેતપુરના ઉપસંરપચ પાસે 50 લાખની ખંડણી માગતા ફરિયાદ નોંધાઈ છે. RTI એક્ટિવિસ્ટ રસિક લાલ સામે ધમકી, માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાઇ છે. RTI એક્ટિવિસ્ટે શાક માર્કેટ અન્ય જગ્યાએ ખસેડવા ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

છોટાઉદેપુરમાં RTI એક્ટિવિસ્ટે પાવીજેતપુરના ઉપસંરપચ પાસે 50 લાખની ખંડણી માગતા ફરિયાદ નોંધાઈ છે. RTI એક્ટિવિસ્ટ રસિક લાલ સામે ધમકી, માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાઇ છે. RTI એક્ટિવિસ્ટે શાક માર્કેટ અન્ય જગ્યાએ ખસેડવા ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

પાવીજેતપુર પંચાયતના ડેપ્યુટી સરપંચ અંકિત કુમાર શાહ ઉર્ફે મોન્ટુ શાહ પાસે RTI એક્ટિવિસ્ટ રસીક લાલે ખંડણી માગી હોવાનો આક્ષેપ કર્યો છે. મોન્ટુ શાહે ગ્રામ પંચાયતની નજીક શાકભાજી માર્કેટ માટે સરકારી ગ્રાન્ટ મેળવી વેપારીઓ અને લોકોને તકલીફ ન પડે તે માટે શેડ બનાવ્યો હતો અને આ માર્કેટ પાસે રસિક લાલાનું મકાન આવેલુ છે, જેથી તેને માર્કેટ અહીંથી હટી જાય અને મકાન તોડી કોમર્શિયલ ઉપયોગ માટે લેવું હોવાનું જણાવ્યુ હતુ.

જેથી આ માર્કેટ અહીંથી હટાવવા અંકિત શાહને કહ્યું હતું. જો કે તેની વાત ન માનતા રસિક લાલે અલગ-અલગ કચેરીઓમાં અરજીઓ કરી અને કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ પુરાવા ન મળતા મોન્ટુ શાહની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. જે બાદ તેમણે આ અરજીની પતાવટ માટે 50 લાખની માગણી કરતા ફરિયાદ નોંધાઈ છે.

તો મોન્ટુ શાહ રસિક લાલને મળવા જતાં પંચાયત વિરુદ્ધ કામ ન કરવા કહેતા પિતા-પુત્ર ઉશ્કેરાઈને મારી નાખવા સુધીની ધમકી આપી હતી. જે બાદ પતાવટ માટે તેમના સંબંધીને મોકલ્યા ત્યારે રસિક લાલે કહ્યું કે એક 1 કરોડ માંગવાનો હતો પણ મારાથી ભૂલમાં 50 લાખ બોલાઈ ગયું. મારે તો એક કરોડ જ લેવાના હતા. આ તમામ વાતચીતનું રેકોર્ડિંગ કર્યું હતું.

આ પણ વાંચો-ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકે જાહેર કરાયો, યુનેસ્કોએ પ્રમાણપત્ર અર્પણ કર્યુ, જુઓ Video

ઉપસરપંચ મોન્ટુ શાહે RTI એક્ટિવિસ્ટ રસિક લાલ સામે ધમકી, માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે RTI એક્ટિવિસ્ટ રસિક લાલ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો