સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શોભના બારૈયાએ શું કહ્યું? જુઓ
સાબરકાંઠા લોકસભા બેઠક પરથી મહિલાને ભાજપે ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. નવા ચહેરાને જ મેદાને ઉતારીને ભાજપે મોટો દાવ ખેલ્યો છે.
લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની ભાજપે પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે ગુજરાતના 6 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી મહિલા ઉમેદવારને જાહેર કર્યા છે. પ્રાથમિક શાળાના શિક્ષિકા શોભનાબેન બારૈયાને ઉમેદવાર જાહેર કર્યા છે. શોભનાબેન બારૈયાએ મહિલાઓનો ઉત્સાહ વધારવા રુપ ટિકિટ જાહેર કરતા તેમને ઉમેદવાર કર્યા હોવાનો આભાર પક્ષનો માન્યો હતો.
આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શોભના બારૈયાએ શું કહ્યું? જુઓ
સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેને કહ્યુ હતુ કે, હું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિકાસના કાર્યોને માટે હર હંમેશ તત્પર રહીશ અને કાર્યો કરીશ. પક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા તરીકે તેમને ઉમેદવાર પસંદ કર્યા હોવાને લઈ આભાર માન્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, મહિલાને ટિકિટ આપીને ઉમેદવાર બનાવવાને લઈ મહિલાઓમાં પ્રોત્સાહન વધશે અને રાજકારણ અને શિક્ષણમાં મહિલાઓ આગળ વધશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 25, 2024 09:05 AM