સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ, જુઓ

| Updated on: May 06, 2024 | 6:31 PM

ઉનાળાની ગરમી વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. પરંતુ મતદારોએ મતદાન કરવા માટે ગરમીની પરવા કરવાની જરુરી નથી. ચૂંટણી તંત્ર દ્વારા ગરમીને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દરેક મતદાન મથકોમાં ગરમીને લઈ અગવડતા ના રહે એ માટે જરુરી તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે.

ગરમી વચ્ચે લોકસભાની ચૂંટણીનું મતદાન મંગળવારે થનારુ છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર મતદારો માટે ગરમીને લઈ કોઈ જ પરવા કરવાની જરુર ના રહે એ માટે તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. મતદારોને ગરમીમાં કોઈ અગવડતા ના સર્જાય એ માટે થઈને જરુરી તમામ સવલતો સજ્જ કરવા સાથે આકસ્મિક અસરને પહોંચી વળવા માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે. ગરમીમાં પોલીંગ સ્ટાફ અને મતદારો માટે ઓઆરએસથી લઈને મેડીકલ ઓફિસરની ટીમો પણ સજ્જ કરવામાં આવી છે.

તો વળી 65થી વધારે એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી છે. આ સાથે જ દરેક મતદાન કેન્દ્ર પર આશા વર્કર ઓઆરએસ સાથે મતદારોની સેવા માટે તૈયાર રાખવામાં આવી છે. તો વળી મતદાન મથકોમાં જ્યાં શેડના હોય ત્યાં, મંડપ વડે છાંયડાની સગવડ કરવામાં આવી છે. તો વળી ઝડપથી મતદાર મતદાન કરીને પરત ફરી શકે એ માટેની વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે.

 

આ પણ વાંચો:  શેના આાધારે હવામાન નિષ્ણાંતો કરે છે આગાહી? જાણો પૂર્વાનુમાન કેવી રીતે થાય છે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો