Morbi : નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડ્યો, એક વ્યક્તિ દબાયો, બે ઇજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Mar 09, 2024 | 9:21 AM

મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શનાળા ગામ નજીક રાજકોટ હાઇવે પર બની રહેલ નવી મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જેના કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઇ ગયો છે. તો બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે.

મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શનાળા ગામ નજીક રાજકોટ હાઇવે પર બની રહેલ નવી મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જેના કાટમાળ નીચે એક વ્યક્ત દબાઇ ગયો છે. તો બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે.

મોરબીમાં શનાળા ગામ નજીક રાજકોટ હાઇવે પર મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. તેમાં સ્લેબ ભરવાની કામગીરી પણ કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક આ નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઇ ગયો હતો. તો બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો-સુરત: મનપાના સેનેટરી ઇન્સ્પેકટર પર દુષ્કર્મ આચરવાના આરોપ બાદ ધરપકડ, જુઓ વીડિયો

ઘટના બાદ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સ્થળ પર પહોચ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે કોન્ટ્રાકટરની બેદરકારી હશે તો તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ બેદરકાર વ્યક્તિને છોડવામાં નહિ આવે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો