ડાકોર પૂનમ ભરવા જતા પદયાત્રાળુઓ માટે વિશેષ સેવા કેમ્પ, અન્નક્ષેત્ર અને આરોગ્ય શિબિરમાં સેવકો રહે છે ખડેપગે

| Updated on: Mar 23, 2024 | 3:02 PM

દર વર્ષે હોળીની પૂનમ નિમિત્તે ડાકોરમાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો જતા હોય છે. આ પદયાત્રીઓની સેવા માટે ઘણી સેવાકીય સંસ્થાઓ તત્પર રહેતી હોય છે. આ વર્ષે પણ સેવામાં ઘણી સંસ્થા જોડાઇ છે. અમદાવાદના ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ચિરીપાલ ગ્રુપ દ્વારા ભોજન અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે.

દર વર્ષે હોળીની પૂનમ નિમિત્તે ડાકોરમાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો જતા હોય છે. આ પદયાત્રીઓની સેવા માટે ઘણી સેવાકીય સંસ્થાઓ તત્પર રહેતી હોય છે. આ વર્ષે પણ સેવામાં ઘણી સંસ્થા જોડાઇ છે. અમદાવાદના ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ચિરીપાલ ગ્રુપ દ્વારા ભોજન અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે.

પદયાત્રીઓ માટે ભોજન અને આરોગ્યની સેવા

અમદાવાદના ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ચિરીપાલ ગ્રુપ દ્વારા હોળી નિમિત્તે ડાકોર જતા લગભગ સાત લાખ પદયાત્રીઓની સેવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે ભોજન અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે.

29 વર્ષથી કરે છે સેવાકાર્ય

દર વર્ષે હોળી નિમિત્તે ડાકોરના ભગવાન રણછોડજીના દર્શને જતા પદયાત્રીઓ માટે ચિરીપાલ ગ્રુપ અન્નક્ષેત્ર અને આરોગ્ય શિબિર યોજે છે. આ વર્ષે આ ઉમદા પ્રયાસનું તેમનું સતત 29મું વર્ષ છે, જે ચિરીપાલ જૂથના પરોપકાર માટેના અતૂટ સમર્પણને દર્શાવે છે.

સિંહુજ ગામ નજીક ચાલી રહ્યો છે સેવા યજ્ઞ

અમદાવાદથી થોડાક કિલોમીટરના અંતરે ખેડા જિલ્લાના સિહુંજ ગામ નજીક આવેલા ચિરીપાલ દેવકીનંદન વિશ્રામ ગૃહ ખાતે આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. ડાકોરની મુલાકાત લેનારા અસંખ્ય ભક્તોની જરૂરિયાતોને પૂરી કરવા કેમ્પ ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે છે. જેમા યોજાતી શિબિર તમામ ભક્તોને મફત ભોજન અને દવાઓ પ્રદાન કરે છે.

7 લાખથી વધુ ભક્તોની સેવા કરવા માટે ખડેપગે

અહીં 200થી વધુ સ્વયંસેવકો ત્રણ દિવસ દરમિયાન 7 લાખથી વધુ ભક્તોની સેવા કરવા માટે ખડેપગે હાજર રાખવામાં આવ્યા છે. ભક્તોની તબીબી જરૂરિયાતોને માટે ડૉક્ટર્સ, નર્સ અને માલિશ કરનારા સેવકોની સમર્પિત ટીમ ઉપલબ્ધ કરવામાં આવી છે. લાંબી મુસાફરીને કારણે સ્નાયુઓના તાણ અને થાકને દૂર કરવા માટે પગની મસાજની ઓફર કરવામાં આવે છે, જ્યારે સામાન્ય બિમારીઓ માટે મફત દવાઓ તમામ ઉપસ્થિતોને આપવામાં આવે છે.

ભક્તિમય ગીતો અને ભજનોનું આયોજન

શારીરિક પોષણ અને આરોગ્યસંભાળ ઉપરાંત, શિબિર ભક્તિમય ગીતો અને ભજનો સાથે આધ્યાત્મિક વાતાવરણને ઉત્તેજન આપે છે. આ અંગે ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલે જાહેર સેવા પ્રત્યે જૂથની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, અમે સમાજના લાભ માટે અમારો સમય અને અમારા સંસાધનો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. છેલ્લા 29 વર્ષથી અહીં ભક્તોના સમુદાયની સેવા કરવામાં અમને ખૂબ જ આનંદ થાય છે, અને અમે ભવિષ્યમાં પણ આ મહા સેવા કાર્ય કરતા રહીશું.