પાટણ લોકસભા બેઠકની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને લઈ લડીશું-ચંદનજી ઠાકોર
લોકસભાની પાટણ બેઠક પર કોંગ્રેસે વર્તમાન સાંસદ સામે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ચંદનજી ઠાકોરે સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડવાની વાત કરી છે. સ્થાનિક અનેક મુદ્દાઓેને લઈ તેઓ ચૂંટણીના જંગમાં ઉતરનાર હોવાનું કહ્યુ છે. વિકાસ અને રોજગારી સહિત ખેડૂતો અને રેલવે સહિત અનેક મુદ્દાઓ છે જેના થકી પાટણને અન્યાય કરવામાં આવતો હોવાની વાત કરી હતી.
પાટણમાં વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ભાજપે રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે ભરતસિંહ સામે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે. આમ ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાટણમાં ક્ષત્રિય ઠાકોરને મેદાને ઉતાર્યા છે. આ સાથે જ હવે ચંદનજી ઠાકોરે સ્થાનિક સમસ્યાઓને આગળ ધરીને ચૂંટણી લડવાની વાત કરી છે.
આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા, ઉમેદવાર વિશે જાણો
ટીવી9 સાથે વાત કરતા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે કહ્યુ હતુ કે, અમે સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડીશું. વિકાસ અને રોજગારી સહિત ખેડૂતો અને રેલવે સહિત અનેક મુદ્દાઓ છે જેના થકી પાટણને અન્યાય કરવામાં આવતો હોવાની વાત કરી હતી. સિદ્ધપુરમાં 43 ટ્રેન ચાલે છે અને એક પણ ટ્રેનનો સ્ટોપેજ નથી. આવા અનેક મુદ્દાઓ છે. જે મુદ્દાઓ પર ચૂંટણી લડીશ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો