Kheda : સબસિડીના ખાતરની થેલી મોંઘા ભાવે વેચવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, જુઓ Video
ખેડા જિલ્લામાં સબસીડી વાળા ખાતરની થેલીઓ બદલી મોંઘા ભાવે વેચવાના કૌભાંડમાં વડતાલ પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ દ્વારા ખાતરનું સપ્લાય કરનાર સલમાનના ભાગીદાર રિઝવાનની ધરપકડ કરવામાં આવી છે.
ખેડા જિલ્લામાં સબસિડી વાળા ખાતરની થેલીઓ બદલી મોંઘા ભાવે વેચવાના કૌભાંડમાં વડતાલ પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ દ્વારા ખાતરનું સપ્લાય કરનાર સલમાનના ભાગીદાર રિઝવાનની ધરપકડ કરવામાં આવી છે. જો કે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર હોવાની માહિતી છે.
આ પણ વાંચો-સુરત : મહાનગર પાલિકાના સાઉથ ઝોનમાંથી બાઈકની ચોરી થઈ, વાહનચોર CCTV કેમેરામાં કેદ થયો, જુઓ વીડિયો
ખેડા જિલ્લાના સબસિડીના ખાતરની થેલી બદલીને મોંઘા ભાવે વેચવાના કેસમાં વધુ એક આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. વડતાલ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ખાતર સપ્લાય કરનાર સલમાનના ભાગીદર રિઝવાનની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ આરોપીઓ સરકારી સબસિડીવાળા ખાતરનું રી-પેકિંગ કરતા હતા અને રી-પેકિંગ કરેલા ખાતરને ચીખલીની વેસ્ટર્ન કંપનીમાં વેચતા હતા, ત્યારે હવે ખાતર કૌભાંડમાં ધરપકડનો આંક 3 પર પહોંચ્યો છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હર્ષિલ પટેલ હજી પણ ફરાર છે.