અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લી શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વધુ એક વાર એક સાગમટે સંખ્યાબંધ દુકાનાનો તાળા તસ્કરોએ તોડ્યા છે. તસ્કરોએ તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલી દુકાનોમાં ત્રાટકીને તાળા તોડી ચોરી આચરી હતી. ઘટનાને પગલે મોડાસા શહેર પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. તસ્કરોને શોધવા માટે સીસીટીવીની તપાસ પણ શરુ કરી હતી.
અરવલ્લી જિલ્લામાં એક તરફ ચૂંટણી પ્રચારનો ગરમાવો વ્યાપી રહ્યો છે. આ દરમિયાન તસ્કરોએ પણ તરખાટ મચાવી દીધો છે. મોડાસા શહેરમાં આવેલ તાલુકા પંચાયત કચેરી વિસ્તારમાં આવેલ અમૂલ કોમ્પ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ સાત જેટલી દુકાનને નિશાન બનાવી હતી અને જેમાંથી ચોરી આચરી હતી.
ઉમા શરાફી મંડળી, બ્યુટી પાર્લર, સ્પોર્ટ્સ, ગ્રાફિક્સ સહિતની દુકાનમાં ચોરી આચરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યુ છે. તસ્કરોએ સીસીટીવીના ડીવીઆર અને રોકડ સહિત બાઇકની પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. મોડાસા શહેર પોલીસની ટીમ ઘટનાને પગલે સ્થળ પર દોડી આવી હતી.
આ પણ વાંચો: આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો