Ahmedabad : વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત, 3 આરોપીની ધરપકડ, જુઓ Video
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ઓઢવની વિદ્યાનગર સોસાયટીમાં રહેતા ગજેન્દ્રસિંહ નામના વેપારીએ આત્મહત્યા કરી છે. હથિયાર વડે પોતાની ઓફિસમાં જ જીવન ટૂંકાવ્યું છે.
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ઓઢવની વિદ્યાનગર સોસાયટીમાં રહેતા ગજેન્દ્રસિંહ નામના વેપારીએ આત્મહત્યા કરી છે. યુવકે પોતાની ઓફિસમાં જ જીવન ટૂંકાવ્યું છે. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
યુવક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. આરોપીઓ 7 અને 10 ટકાના વ્યાજે ઉઘરાણી કરતા હતા.2001માં લીધેલા 10 હજારની સામે જમીન વેચી 80 હજાર ચૂકવ્યા હતા. છતા પણ વ્યાજખોરો વધુ 5 લાખની માગણી કરતા હતા.પોલીસે 3 વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક વ્યાજખોર બિમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.