Breaking News : સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ, 2 લોકોના મોત
પાર્સલની ડિલિવરી મળ્યા બાદ તેને ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તનો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા. જ્યાં 2 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતકોમાં 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.
સાબરકાંઠાના વડાલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક સામાન હોવાની માહિતી મળી છે. પાર્સલની ડિલિવરી મળ્યા બાદ તેને ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.
ઇજાગ્રસ્તનો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા. જ્યાં 2 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતકોમાં 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. આ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Published on: May 02, 2024 02:41 PM