મહીસાગર: લુણાવાડામાં પાનમ કેનાલમાં યુવાન ડૂબ્યો, વહીવટી તંત્રએ શોધખોળ શરૂ કરી
યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની જાણ થતાં સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાનમ કેનાલ બંધ કરવા માટે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી છે. તેમજ વહીવટી તંત્રએ સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવાનને શોધવાની તજવીજ હાથ ધરી છે. યુવાનનું નામ વિજય ખાંટ છે. જે લુણાવાડા તાલુકાના નવી કંતાર ગામના ખાંટ ફળિયામાં રહે છે.
મહીસાગરના લુણાવાડા તાલુકાના ચમારીયા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં એક યુવાન ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. પાનમ કેનાલમાં ન્હાવા પડેલો યુવાન ડૂબ્યો હોવાની માહિતી મળી છે. યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની જાણ થતાં સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાનમ કેનાલ બંધ કરવા માટે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી છે. તેમજ વહીવટી તંત્રએ સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવાનને શોધવાની તજવીજ હાથ ધરી છે. યુવાનનું નામ વિજય ખાંટ છે. જે લુણાવાડા તાલુકાના નવી કંતાર ગામના ખાંટ ફળિયામાં રહે છે. જે બપોરના સમયે પાનમ કેનાલમાં ન્હાવા પડતાં આ દૂર્ઘટના સર્જાઈ હતી.