Video: ચાલુ મતદાન વચ્ચે યુવકે EVM સળગાવ્યું, પોલીસે કરી અટકાયત
એક યુવકે EVM સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવક મતદાન સમયે પેટ્રોલ સાથે લઇને આવ્યો હતો અને EVM સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ચૂંટણી અધિકારીઓએ યુવકને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો અને આ દુર્ઘટના બચી ગઈ હતી. જો કે શું કારણે આ મતદાન સળગાવવાયું તેને લઈને કોઈ જાણકારી મળી નથી.
આજે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, ત્યારે મહારાષ્ટ્રમાં પણ મતદાન હાથ ધરાયું હતું, ત્યારે મહારાષ્ટ્રના સોલાપુરના પંઢરપુરમાં EVM મશીન સળગાવવામાં આવ્યું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
સાંગોલાના બાદલવાડીમાં મતદાન મથક બનાવવામાં આવ્યું હતું, જ્યા એક યુવકે EVM સળગાવવામાં આવ્યું હતું. જો કે યુવક મતદાન સમયે પેટ્રોલ સાથે લઇને આવ્યો હતો અને EVM સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ચૂંટણી અધિકારીઓએ યુવકને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો અને આ દુર્ઘટના બચી ગઈ હતી.
જો કે શું કારણે EVM સળગાવ્યું તે બાબતે હાલ કોઈ જાણકારી મળી નથી, પોલીસે તેની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ઘરી છે.
આ પણ વાંચો: Breaking News: હરિયાણામાં ભાજપ સરકાર પર સંકટ, 3 અપક્ષ ધારાસભ્યોએ સાથ છોડ્યો, આપ્યું કોંગ્રેસને સમર્થન