VIDEO : મનસુખ માંડવિયાનો જૂનો વીડિયો વાયરલ થતા ભાજપ આકરા પાણીએ, ચૂંટણીપંચમાં નોંધાવી ફરિયાદ

| Updated on: Apr 07, 2024 | 1:32 PM

પોરબંદર ભાજપે મનસુખ માંડવિયાનો આજથી 6 વર્ષ જૂનો એક જૂનો વીડિયો કોઈએ વાયરલ કર્યો છે. ત્યારે આ મુદ્દે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. વાયરલ વીડિયો મુદ્દે ભાજપે આરોપ લગાવ્યો છે આ વીડિયો વાયરલ કરી માંડવિયાની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યભરમાં રાજકાણ ગરમાયેલુ જોવા મળી રહ્યું છે.

પોરબંદર જીલ્લા ભાજપ ચૂંટણી પંચના શરણે પહોચ્યું છે. મળતી માહિતી મુજબ પોરબંદરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો જૂનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે જે બાદ આ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, મનસુખ માંડવિયા સ્ટેજ પર છે લોકો તેમની સભામાં બેઠા છે અને અજણ્યો વ્યક્તિ ત્યાં આવે છે ને ચપ્પલ કાઢી સ્ટેજ તરફ ફેકે છે. ભાજપનું આ અંગે કહેવું છે કે આ 6 વર્ષ જૂનો વીડિયો છે, જેને હાલ કોઈએ વાયરલ કરી મનસુખ માંડવિયાની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પોરબંદર ભાજપે મનસુખ માંડવિયાનો આજથી 6 વર્ષ જૂનો એક જૂનો વીડિયો કોઈએ વાયરલ કર્યો છે. ત્યારે આ મુદ્દે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. વાયરલ વીડિયો મુદ્દે ભાજપે આરોપ લગાવ્યો છે આ વીડિયો વાયરલ કરી માંડવિયાની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ હવે લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે રાજ્યભરમાં રાજકારણ ગરમાયેલુ જોવા મળી રહ્યું છે. ત્યારે પોરબંદરના ભાજપ ઉમેદવારનો એક વીડિયો વાયરલ થતા ભાજપ
આકરા પાણીએ છે.

ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યુ છે કે ભાઈચારો તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વીડિયો વાયરલ કરી સામાજિક શાંતિ અને સૌહાર્દનો ભંગ કરવાનો પ્રયાસ કરવાનો ભાજપ આરોપ લગાવી રહ્યું છે. આ સાથે જીલ્લા ભાજપે વીડિયો વાયરલ કરનારાઓ ને કડક શબ્દોમા ચેતવણી આપી છે અને શાબ્દિક પ્રહાર નહીં કાયદાકીય ચૂંટણી લડવાની અપનાવી રણનીતિ અપનાવવા કહ્યું છે.

Published on: Apr 07, 2024 01:28 PM