Nitin Gadkari: મહારાષ્ટ્રમાં જાહેર સભા દરમિયાન બેહોશ થઈ ગયા નીતિન ગડકરી, મંચ પર આપી રહ્યાં હતા ભાષણ
મહારાષ્ટ્રના યવતમાલમાં જાહેરસભાને સંબોધતી વખતે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની તબિયત અચાનક લથડી હતી. નીતિન ગડકરી તેમના પ્રવચન દરમિયાન જ બેહોશ થઈ ગયા હતા. જો કે તેમણે પછીથી સોશિયલ મીડિયા મારફતે પોતાના સ્વાસ્થય અંગે જાણકારી આપી હતી.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી મહારાષ્ટ્રના યવતમાલમાં એક જાહેરસભાને સંબોધી રહ્યાં હતા તે દરમિયાન અચાનક બીમાર પડ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ભાજપના કાર્યકરો નીતિન ગડકરીને બેભાન અવસ્થામાં જ સ્ટેજ પરથી નીચે લઈ જતા જોવા મળે છે.
મીડિયા અહેવાલો અનુસાર, ગડકરીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓ સ્વસ્થ થયા અને તેમનું ભાષણ ચાલુ રાખ્યું.
ખુદ નીતિન ગડકરીએ પણ એક્સ જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતુ હતુ તેના પર એક પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે, ખરાબ સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી.
पुसद, महाराष्ट्र में रैली के दौरान गर्मी की वजह से असहज महसूस किया। लेकिन अब पूरी तरह से स्वस्थ हूँ और अगली सभा में सम्मिलित होने के लिए वरूड के लिए निकल रहा हूँ। आपके स्नेह और शुभकामनाओं के लिए धन्यवाद।
— Nitin Gadkari (मोदी का परिवार) (@nitin_gadkari) April 24, 2024
તેમણે X પર પોસ્ટ કર્યું, “મહારાષ્ટ્રના પુસદમાં રેલી દરમિયાન ગરમીને કારણે અસ્વસ્થતા અનુભવી હતી. પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આગામી મીટીંગમાં હાજરી આપવા વરુડ જવા રવાના થઈ રહ્યો છું. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર.”