યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણા પોલીસના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

| Edited By: | Updated on: Apr 28, 2024 | 7:43 PM

મહેસાણા શહેરમાં આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે PSI સામે યુવતીને માર મારવાના પ્રકરણમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જામીન પર મુક્ત હોવા છતાં યુવતીને પોલીસ મથકમાં બોલાવીને માર મારી ફરિયાદ પણ લીધી નહોતી. હવે આ મામલે મહેસાણા પોલીસે બે PSI વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બે PSI સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાઈકોર્ટના હુકમને લઈ બંને પોલીસ સબ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. PSI એસ.એફ.ચૌધરી અને PSI ચૌહાણ વિરૂદ્ધ મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બંને પીએસઆઈ સામે હવે બી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી છે.

યુવતીને જામીન પર મુક્ત કરવામાં આવી હતી આમ છતાં પણ તેને પોલીસ સ્ટેશનમાં બોલાવીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. યુવતીની ફરિયાદ પણ લેવામાં નહીં આવતા આખરે તે હાઈકોર્ટ પહોંચી હતી અને પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હાઈકોર્ટે બંને પીએસઆઈ સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. હવે મામલાની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો