સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, અપનાવી ‘શક્તિ’ રણનીતિ, જુઓ
સાબરકાંઠા લોકસભા બેઠક પર હવે ભાજપ દ્વારા લોકસભા બેઠક વિસ્તારમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આવેલી તમામ સાત વિધાનસભા બેઠક પર અલગ અલગ મહિલા સંમેલનોના આયોજન કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ સંમેલનમાં ઉપસ્થિત રહેતા ભાજપે હવે મહીલા શક્તિની રણનીતિ સાથે પ્રચાર ધમધમાટ શરુ કર્યો છે.
સાબરકાંઠા લોકસભા બેઠક પર હવે ભાજપ દ્વારા મહિલા સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. લોકસભા બેઠક વિસ્તારમાં આવેલી તમામ સાત વિધાનસભા બેઠક પર અલગ અલગ મહિલા સંમેલનોના આયોજન કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ સંમેલનમાં ઉપસ્થિત રહેતા ભાજપે હવે મહીલા શક્તિની રણનીતિ સાથે પ્રચાર ધમધમાટ શરુ કર્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા હવે મહિલા સંમેલનોના આયોજન કરવામાં આવ્યા છે.
મોટા ભાગના તાલુકાઓને આવરી લેવામાં આવે એ મુજબ અરવલ્લી અને સાબરકાંઠામાં આવેલ તમામ સાત વિધાનસભા બેઠકો પર મહિલા સંમેલન યોજવાની શરુઆત કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યની સ્ટાર મહિલા પ્રચાર સંમેલનમાં મહિલાઓને સંબોધશે. પ્રાંતિજ થી ભાજપે આ પ્રકારી મહિલા સંમેલનની શરુઆત કરતા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પર શિક્ષિત મહિલા ઉમેદવાર તરીકે શોભના બારૈયાને મેદાને ઉતારી છે. શોભના બારૈયા સરકારી પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષિકા છે અને તેમની પસંદગી કરવાને લઈ મહિલાઓમાં ઉત્સાહ હોવાનો ભાજપના મહિલા નેતા રૈખા ચૌધરીએ દાવો કર્યો હતો.
આ પણ વાંચો: રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો