કાશ્મીરથી કેનેડા સુધી ગુંજયો જય શ્રી રામનો જય ઘોષ, કેનેડાના આ શહેરમાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવાશે, NRI માટે ગૌરવની વાત
NRIs માટે એક મોટી અને ગર્વની ક્ષણ બ્રેમ્પટન ખાતે કેનેડા (સિટી ઓફ બ્રેમ્પટન) ના મેયરના અધ્યક્ષ સ્થાને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભાગ રૂપે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હ્યુમન ફોર હાર્મની - પથિક શુક્લ અને ડોન પટેલના પ્રયાસો થકી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેલીમાં કેનેડામાં ભારતીયોની મોટી સંખ્યામાં હાજરી ગર્વ લેવા સમન હતી.
કેનેડાના બ્રેમ્પટનમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશન દ્વારા કેનેડાના પીલ, હેલ્ટન અને હેમિલ્ટન નામના 3 અલગ અલગ વિસ્તારોમાં લગભગ 110 કારની વિશાળ શ્રી રામ રથયાત્રા કાઢવામાં આવી હતી. શ્રી રામ રથયાત્રા – કાર રેલીનું નેતૃત્વ રામ પાલકી દ્વારા કરવામાં આવ્યું હતું.
એક સુસજ્જ વાન, ઢોલ અને હજાર રહેલા લોકોએ સાથે મળીને ભજન અને હનુમાન ચાલીસા નાચ-ગાનનો આનંદ માણ્યો હતો. કાર રેલીમાં 3 બાજુએ LED સ્ક્રીનને આવરી લેતી ડિજિટલ વાન રામજીના વીડિયો અને ભગવાન રામના ભવ્ય ચિત્રો સાથે ગીત વગાડવામાં આવ્યા હતા.