બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 16, 2024 | 4:49 PM

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આરોપીઓના 25 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.  મુંબઈની કિલ્લા કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડ માગતા કોર્ટે 25 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

ભૂજથી આરોપીની થઈ હતી ધરપકડ

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કરનારા બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા બંને બાઇક સવાર આરોપીઓની ઓળખ થયા બાદ એક ટીમ ગુજરાતના કચ્છ પહોંચી અને ભુજમાંથી બંને આરોપીઓને દબોચી લીધા.ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભુજના માતાના મઢ નજીકથી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા (ઉંમર 24) અને સાગર પાલ (21 વર્ષ) તરીકે થઈ છે.આ બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગે સલમાનના ઘરે ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી લીધી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો