Breaking News : આણંદના કરમસદમાં ધોરણ-12ની પરીક્ષામાં માસ કોપીની ઘટના,સ્ટાફને કરાયો સસ્પેન્ડ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 13, 2024 | 12:26 PM

આણંદમાં ધો.12 ની પરીક્ષા દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના બની છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન આ ઘટનાનો પર્દાફાશ થયો છે. સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજ્યભરમાં વર્તમાન સમયમાં ગુજરાત બોર્ડની પરીક્ષા શરુ થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં શાંતિપૂર્ણ પરીક્ષા પૂરી થાય તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ત્યારે આજે  આણંદમાં ધો.12 ની પરીક્ષા દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના બની છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન આ ઘટનાનો પર્દાફાશ થયો છે.

સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાની ગાંધીનગર શિક્ષણ વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 13, 2024 12:12 PM