સુરેન્દ્રનગર વીડિયો : પાટડી પંથકમાં ટેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત, વાહનોમાં આગ લાગતા 2 લોકોના મોત

| Edited By: | Updated on: Apr 14, 2024 | 2:32 PM

આજે સુરેન્દ્રનગરના પાટડી દસાડા નજીકના અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં  2 લોકોના મોત નિપજ્યા છે. પાટડી પંથકના ગવાણા ગામના પાટીયા પાસે ટેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

રાજ્યમાં અવારનવાર  અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે આજે સુરેન્દ્રનગરના પાટડી દસાડા નજીકના અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં  2 લોકોના મોત નિપજ્યા છે. પાટડી પંથકના ગવાણા ગામના પાટીયા પાસે ટેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

બન્ને વાહનોમાં આગ લાગતા આ દુર્ઘટના બની હતી. જેમાં વાહનચાલકોનું મોત થયુ છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પાટડી હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાવનગર – અમદાવાદમાં સર્જાયો અકસ્માત

બીજી તરફ આજે ભાવનગર- અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે.  અકસ્માતમાં ત્રણનાં મોત નિપજ્યાં છે.  સનેસ ગામે અજાણ્યા વાહને સાત યાત્રાળુઓને અડફેટે લીધા બાદમાં કાર ચાલક ફરાર થઈ ગયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો