Rajkot Video : PGVCL કચેરી બહાર 3 દિવસથી 400થી વધારે ઉમેદવારના ધરણા, તાત્કાલિક ધોરણે ભરતી કરવાની માગ

| Edited By: | Updated on: Feb 04, 2024 | 10:52 AM

રાજકોટ PGVCLની મુખ્ય કચેરી બહાર છેલ્લા 3 દિવસથી ઉમેદવારો ધરણાં પર બેઠા છે. સૌરાષ્ટ્રભરમાંથી 400 જેટલા યુવાનો દિવસ રાત આંદોલન કરી રહ્યા છે. કેટલાક ઉમેદવારોએ તો અન્નનો ત્યાગ કર્યો છે. તે પાછળનું કારણ છે કે ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરાઈ નથી

રાજકોટ PGVCLની મુખ્ય કચેરી બહાર છેલ્લા 3 દિવસથી ઉમેદવારો ધરણાં પર બેઠા છે. સૌરાષ્ટ્રભરમાંથી 400 જેટલા યુવાનો દિવસ રાત આંદોલન કરી રહ્યા છે. કેટલાક ઉમેદવારોએ તો અન્નનો ત્યાગ કર્યો છે. તે પાછળનું કારણ છે કે ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરાઈ નથી .જેને લઈને યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો ઊર્જા મંત્રી વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. જેમાં NSUI પણ જોડાઈ છે. ઉમેદવારોનું કહેવું છે કે જાન્યુઆરી 2023માં લેવાયેલી પરીક્ષામાં માત્ર 300 ઉમેદવારોની જ ભરતી કરાઈ હતી. ધરણાં પર બેઠેલા 400થી વધુ ઉમેદવારો 80 જેટલા માર્ક્સ ધરાવે છે. મેરીટ લિસ્ટમાં આવેલા વિદ્યાર્થીઓની પણ ભરતી કરાતી નથી.

આ યુવાનોની એક માગ છે કે વર્ષ 2023માં PGVCL દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે બાદ PGVCLના 46 ડિવિઝનમાંથી 8 ડિવિઝનમાં 361 જગ્યા ખાલી હોવાનું ઉમેદવારોએ કરેલી RTIમાં સામે આવ્યું છે. જે જગ્યા પર ભરતી કરવામાં આવે. હાલ વેઈટિંગ લીસ્ટનો સમયગાળો પણ 12 દિવસની અંદર પૂર્ણ થાય છે. જે બાદ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે. ત્યારે હવે તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજનું હવામાન : રાજ્યભરમાં શિયાળામાં થશે ગરમીનો અનુભવ ! જાણો કેટલુ રહેશે તાપમાન, જુઓ વીડિયો
દ્વારકા વીડિયો : હોટલ બુકિંગ માટેની બોગસ વેબસાઈટ બનાવા સહિતના 9 ગુનાનો ભેદ ઉકેલાયો, 5 આરોપીની ધરપકડ
આજનું હવામાન : રાજ્યભરમાં શિયાળામાં થશે ગરમીનો અનુભવ ! જાણો કેટલુ રહેશે તાપમાન, જુઓ વીડિયો
દ્વારકા વીડિયો : હોટલ બુકિંગ માટેની બોગસ વેબસાઈટ બનાવા સહિતના 9 ગુનાનો ભેદ ઉકેલાયો, 5 આરોપીની ધરપકડ