દ્વારકા વીડિયો : હોટલ બુકિંગ માટેની બોગસ વેબસાઈટ બનાવા સહિતના 9 ગુનાનો ભેદ ઉકેલાયો, 5 આરોપીની ધરપકડ
દ્વારકામાં બનેલા 9 ગુનાનો ભેદ સાયબર ક્રાઈમે ઉકેલ્યો છે. સાયબર ક્રાઈમે 5 શખ્યોની ધરપકડ કરતા અનેક ખુલાસાઓ થયા છે. આરોપીઓએ 50થી વધુ હોટલ બુકિંગ માટેની બોગસ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરી હતી. શખ્સો ડમી પ્રિ- એક્ટિવેટ સિમ કાર્ડનું પણ વેચાણ કરતા હતા.
રાજ્યમાં દિવસે દિવસે સાયબર ક્રાઇમના કેસમાં સતત વધારો થયો છે. દ્વારકામાં બનેલા 9 ગુનાનો ભેદ સાયબર ક્રાઈમે ઉકેલ્યો છે. સાયબર ક્રાઈમે 5 શખ્યોની ધરપકડ કરતા અનેક ખુલાસાઓ થયા છે. આરોપીઓએ 50થી વધુ બોગસ હોટલ બુકિંગ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરી હતી. શખ્સો ડમી પ્રિ- એક્ટિવેટ સિમ કાર્ડનું પણ વેચાણ કરતા હતા. તેમજ લોકોને ન્યૂડ વીડિયો કોલ કરીને છેતરપિંડી કરતા હોવાનુમ ખુલ્યુ છે. 5 આરોપીઓને વડોદરા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પકડાયા છે.
સલાયા બંદર પાસે લગાવ્યા સોલાર કેમેરા
દેવભૂમિ દ્વારકામાં પણ દ્વારકા પોલીસે સુરક્ષા માટે વધુ એક પ્રયત્ન કર્યો છે. દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ પટ્ટીમાં ગુનાહિત પ્રવૃતિઓને ડામવા જિલ્લા પોલીસે હાઈટેક પ્લાન તૈયાર કર્યો છે. પોલીસે સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સોલાર કેમેરા નેટવર્ક ઉભું કર્યું છે.
Published on: Feb 04, 2024 10:53 AM