અમદાવાદમાં ભાડજ હરેકૃષ્ણ મંદિર પાસે કેનાલમાં ડૂબતા 5 લોકોના મોત, એક યુવકનો મૃતદેહ મળ્યો, 4ની શોધખોળ શરૂ- વીડિયો

| Edited By: | Updated on: Mar 25, 2024 | 11:42 PM

અમદાવાદમાં ભાડજ હરેકૃષ્ણ મંદિર પાસે આવેલી કેનાલમાં 5 લોકોના ડૂબવાથી મોત થયા છે. ડૂબેલા લોકોમાં 2 મહિલા, 2 પુરુષ અને એક યુવકનો સમાવેશ થાય છે. ફાયર બ્રિગેડે કેનાલમાંથી એક 22 વર્ષિય યુવકનું રેસક્યુ કર્યુ હતુ. જેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

અમદાવાદમાં ભાડજ હરેકૃષ્ણ મંદિર પાસે આવેલી કેનાલમાં 5 લોકોના ડૂબવાથી મોત નિપજ્યા છે. આ તમામ પરિવારજનો ધૂળેટીનો પર્વ હોવાથી કડી જવા નીકળ્યા હતા અને રસ્તામાં ભાડજમાં કેનાલમાં હાથપગ ધોવા માટે ઉતર્યા હતા અને એ દરમિયાન એક વ્યક્તિનો પગ લપસ્યો અને તે ડૂબવા લાગતા અન્ય બે લોકો તેને બચાવવા કેનાલમાં પડ્યા હતા. જો કે ધસમસતા પાણીના પ્રવાહમાં એ બંને પણ ડૂબવા લાગતા અને અન્ય બે લોકો પણ તેમને બચાવવા દોડ્યા હતા અને પાંચેય લોકોના ડૂબવાથી મોત નિપજ્યા છે.

ધૂળેટી પર્વે જ કેનાલમાં ડૂબવાથી મોત 5 લોકોના

આ પરિવારના અમદાવાદના સોલા વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કામ કરતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પરિવારજનો ધૂળેટીનો પર્વ હોવાથી અહીં આવ્યા હતા. બપોરના ત્રણ વાગ્યા આસપાસ આ ઘટના ઘટી હતી. ડૂબેલા લોકોમાં બે મહિલા, 2 પુરુષ અને એક યુવકનો સમાવેશ થાય છે. ફાયર બ્રિગેડે એક 22 વર્ષિય યુવકને કેનાલ બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. જો કે તેનુ પણ સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય 4ની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ છે.

આ પણ વાંચો: ભાવનગરઃ ધૂળેટીના પર્વે જ તળાજાના મણાર ગામ પાસેના ચેકડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના મોત- વીડિયો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો