ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક, જાણો ક્યા જિલ્લાના કેટલા ડેમ છે સૂકાભઠ્ઠ, જુઓ Video
ભર ઉનાળામાં ગુજરાતવાસીઓને પાણી પુરુ પાડતા ડેમ તળિયા ઝાટક થવા લાગ્યા છે. ભર ઉનાળે ગુજરાતના 50 તળિયા ઝાટક સ્થિતિમાં આવી ગયા છે. વધારે ચિંતાજનક બાબત એ છે કે 50 ડેમમાંથી કેટલાક ડેમ સૂકાભઠ્ઠ છે.
ભર ઉનાળામાં ગુજરાતવાસીઓને પાણી પુરુ પાડતા ડેમ તળિયા ઝાટક થવા લાગ્યા છે. ભર ઉનાળે ગુજરાતના 50 તળિયા ઝાટક સ્થિતિમાં આવી ગયા છે. વધારે ચિંતાજનક બાબત એ છે કે 50 ડેમમાંથી 26 ડેમ બિલકુલ સૂકાભઠ્ઠ હાલતમાં છે.
બીજી તરફ 206 ડેમમાં 4 ટકાથી ઓછા પાણીનો જથ્થો રહેલો છે. જો કે એક રાહતની વાત એ પણ છે કે તંત્રએ જુલાઈ સુધી પીવાનું પાણી પુરતુ હોવાનો દાવો કરી રહ્યું છે. હાલ કુલ પાણી કેટલું છે તેની વાત કરીએ તો નર્મદા ડેમ સહિત 207 ડેમમાં 31.27 ટકા પાણી ઉપયોગમાં લઈ શકાય તેવું છે.
ગુજરાતના ડેમમાં કેટલુ પાણી ?
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 25.27 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 46.66 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 38.51 ટકા પાણીનો જથ્થો છે. તેમજ કચ્છના 20 ડેમમાં 27.45 ટકા પાણીનો જથ્થો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 ડેમમાં 17.19 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 23.50 ટકા પાણીનો જથ્થો છે.