Kheda Video : રાજા રણછોડરાયજીના દર્શન અર્થે ઉમટી ભીડ, 2000થી વધુ પોલીસ ખડે પગે
ડાકોરમાં શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે લાખો લોકો દર્શન કરવા આવી રહ્યા છે. ડાકોરમાં લાખો લોકોએ રાજા રણછોડરાયજીના દર્શન કર્યા છે. ફાગણી પૂનમના ઉત્સવને લઈને ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. 2000 કરતાં વધારે પોલીસ અધિકારીઓ ડાકોરમાં ખડે પગે ઉભા રહ્યા છે.
રાજ્યમાં હોળીની ઉજવણી વિવિધ રીતે થઈ રહી છે. ત્યારે ખેડાના ડાકોરમાં ફાગણી પુનમનો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ડાકોરમાં શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે લાખો લોકો આવી રહ્યા છે. ડાકોરમાં લાખો લોકોએ રાજા રણછોડરાયજીના દર્શન કર્યા છે. ફાગણી પૂનમના ઉત્સવને લઈને ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. 2000 કરતાં વધારે પોલીસ અધિકારીઓ ડાકોરમાં ખડે પગે ઉભા રહ્યા છે.
બીજી તરફ દ્વારકાના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા ખાતે ઉમટશે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ પૂર્ણ થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ વિભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. દ્વારકાના જગત મંદિરમાં 1100થી વધુ પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 25મી સુધી જિલ્લા પોલીસ એલર્ટ પર છે, અનિચ્છનિય બનાવ ટાળવા માટે SHE ટીમની પણ રચના કરવામાં આવી છે.