પ્રાથમિક શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ જ નહીં ગ્રામજનો પણ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા
બનાસકાંઠાના લાખાણીમાં આવેલા આગથળા ગામની શાળાના ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં, ગોગાપુર અનુપમ શાળાના એક શિક્ષકની બદલી થતા ન માત્ર બાળકો. પરંતુ સમગ્ર ગ્રામજનોના આંખમાં આંસૂ આવ્યા અને કેટલાંક લોકો તો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. અહીં, શિક્ષક કમલેશ સોલંકી 19 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા.
માતા-પિતા બાદ બાળકો માટે પ્રથમ ગુરૂ એટલે શિક્ષક કહેવાય છે. જે ભાષાથી લઇ જીવન સુધીનું તમામ જ્ઞાન આપે છે. ત્યારે, બનાસકાંઠાના લાખાણીમાં આવેલા આગથળા ગામની શાળાના ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં, ગોગાપુર અનુપમ શાળાના એક શિક્ષકની બદલી થતા ન માત્ર બાળકો. પરંતુ સમગ્ર ગ્રામજનોના આંખમાં આંસૂ આવ્યા અને કેટલાંક લોકો તો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.
આ પણ વાંચો: રોહિત શર્માએ ધર્મશાળા ટેસ્ટ જીત્યા બાદ બતાવ્યું, ક્રિકેટમાંથી ક્યારે લઈ લેશે સંન્યાસ!
અહીં, શિક્ષક કમલેશ સોલંકી 19 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. તેમની વિસનગર ખાતે શિક્ષકની બદલી થતા ભાવભરી વિદાય કરવામાં આવી ત્યારે, બાળકો સહિત ગ્રામજનોએ એકત્ર થઇને ફૂલહારથી તેમને વિદાઇ આપી અને આગામી ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 10, 2024 08:59 AM