જૂનાગઢ વીડિયો: ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલિશન, મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાર પાડ્યું ઓપરેશન

| Edited By: | Updated on: Mar 10, 2024 | 11:51 AM

જૂનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહ તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત હિન્દુ ધર્મના મંદિરોનું પણ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં અવારનવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.  ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે.  જૂનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહ તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત હિન્દુ ધર્મના મંદિરોનું પણ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. જુનાગઢના તળાવ દરવાજા પાસે આવેલા જલારામ મંદિર પણ તોડી પડાયું છે. એટલુ જ નહીં રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવપીરનું મંદિર પણ ડિમોલિશન કરાયુ છે. જુનાગઢમાં મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનનું ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે.

બીજી તરફ આ અગાઉ જામનગરમાં ભૂમાફિયાના ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. સયચા બંધુઓએ કરેલા દબાણો પર દબાણ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ સરકારી જમીન પર તાણી બંધાયેલા બંગલાઓને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તંત્રએ બુલડોઝર ફેરવીને એક હજાર વાર જમીન દબાણ મુક્ત કરાવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 10, 2024 09:18 AM
પ્રાથમિક શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ જ નહીં ગ્રામજનો પણ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા
બનાસકાંઠાઃ સુઇગામ-નડાબેટ હાઇવે પર ખુલ્લામાં મળી આવ્યો ફેંકી દેવાયેલ સરકારી દવાનો જથ્થો
પ્રાથમિક શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ જ નહીં ગ્રામજનો પણ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા
બનાસકાંઠાઃ સુઇગામ-નડાબેટ હાઇવે પર ખુલ્લામાં મળી આવ્યો ફેંકી દેવાયેલ સરકારી દવાનો જથ્થો